કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

ખેત તલાવડી, ચેક ડેમો, જમીન લેવલિંગ, કુવા રિચાર્જ કરવાના કામોની જાણકારી અપાઈ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપવામાં આવી હતી. તેમજ મનરેગા યોજના અંતર્ગત મળવાપાત્ર વ્યક્તિગત લાભો વિશે ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા એ.પી.ઓ. દ્વારા પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું….

આ સેમિનારમાં ખેડૂતોને મનરેગા યોજના અંતર્ગત મળતા લાભોમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેક ડેમો બનાવવા, જમીન લેવલિંગ કામો, શોક પીટના કામો, કંપોસ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા

વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા-બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!