જાલી ગામેથી બાઈક ચોરાયું
વાંકાનેર: સીકયુરીટીઝ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી), મુંબઈ તથા અમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે બુધવારના સાંજના 05:00 કલાકે ‘Financial Literacy : The Foundatio of Investment Success’ વિષયે “નોબલ ગેસ્ટ હાઉસ કોન્ફરન્સ હોલ”, ગેલેકસી-4, ચંદ્રપુર પાસે, વાંકાનેર મુકામે સેમીનારનું આયોજન કરવામા આવેલ છે.
સેમીનારના ઉદઘાટક તરીકે સિધ્ધાર્થભાઈ એમ.ગઢવી,ડેપ્યુટી- કલેકટર (પ્રાંત અધિકારી), વાંકાનેર ખાસ ઉપસ્થીત રહેશે. સેમીનારનું પ્રમુખસ્થાન ગુલમામદભાઈ પરાસરા, ચેરમેન, માર્કેટીંગ યાર્ડ,વાંકાનેર સંભાળનાર છે.
મુખ્ય મહેમાનો તરીકે યોગેશ કુમાર ભાસ્કર, જનરલ મેનેજર,બી. એસ.એન.એલ., રાજકોટ, મહંમદજાવિદ પીરઝાદા,પૂર્વ ધારાસભ્ય, વાંકાનેર, શકીલબાવા પીરઝાદા,પૂર્વ ચેરમેન, માર્કેટીંગ યાર્ડ, વાંકાનેર, પ્રજ્ઞેશભાઈ પટેલ પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ, વાંકાનેર,
હિતેષભાઈ હેરમા પ્રમુખ, કાપડ એન્ડ રેડીમેડ એસીસીએશન, વાંકાનેર, ઈરફાનભાઈ પીરઝાદા, ઉપપ્રમુખ, લઘુમતી સેલ, ગુજરાત પ્રદેશ કોગ્રેસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જાલી ગામેથી બાઈક ચોરાયું:
જાલી ગામના અજિતભાઈ દિનેશભાઈ રાતૈયાની માલિકીનું GJ-36-AH-5604 નંબરનું બ્લુ કલરનું FZ બાઈક ગત 23 જૂનના રોજ રાત્રીના સમયે ઘરના આંગણામાં પાર્ક કર્યું હતું ત્યાંથી ચોરાયું છે. આ અંગેની લેખિત અરજી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને બાઈક શોધી આપવા રજૂઆત કરી છે.