કણકોટ રેલ્વે સ્ટેશન રોડ પરથી યુવક મળી આવ્યો
વાંકાનેર: તાલુકા પોલીસે માનસિક અસ્થિર યુવાનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું ઘરેથી કહ્યા વિના નીકળી ગયેલ માનસિક અસ્થિર યુવાનને પરિવારના સભ્યોને સોપી પોલીસે ઉમદા કામગીરી કરી છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કણકોટ ગામ રેલ્વે સ્ટેશન રોડ પરથી એક અસ્થિર મગજનો યુવાન અજય રાજુભાઈ રાઠોડ (ઉ.વ.૨૮) રહે રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી વાળો મળી આવ્યો હતો યુવાન માનસિક અસ્થિર હોવાથી ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પરિવારનો પત્તો મેળવી માનસિક અસ્થિર યુવાનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી…
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીઆઈ ડી વી ખરાડી, પીએસઆઈ એલ એ ભરગા, મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણ અને લોકરક્ષક પીયુષભાઈ દામજીભાઈ રોકાયેલ હતા…