મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.



તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ દ્વારા તેને માર મારવામાં આવતા તેને સારવારમાં લાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.