કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીવલેણ હુમલાના સાત આરોપીઓ જેલ હવાલે

વાંકાનેર, ચંદ્રપુર અને નવા ઢુવાના રહીશ

વાંકાનેર: મોરબીના રફાળેશ્વર ગામે નજીક રિસામણે ગયેલ પત્ની વિષે અભદ્ર શબ્દ બોલી વાંકાનેરના નવા ઢુવા ગામના શખ્સે અન્ય શખ્સોને સાથે રાખીને પાંચ વ્યક્તિને માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને બોલેરો ગાડીના કાચ ફોડી નાખ્યા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં સાત આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે કામધેનુ પાર્ટી પ્લોટ

પાછળ મચ્છુનગરમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઇ સિંધવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેમના મોટાભાઈ બાબુભાઈના પત્ની અનિશાબેન છેલ્લા ચાર મહીનાથી રિસામણે વાંકાનેર ખાતે છે અને આરોપી ભીમા ખદાભાઈ ઉર્ફે ભીખાભાઇ સિંધવે બાબુભાઈને ફોન કરીને કહ્યું હતું કે, તારી પત્ની મારી રખાત છે, તારામાં તાકાત હોય તો હાલ્યો આવજે તેમ કહેતા બાબુભાઈના કૌટુંબિક ભાઈ ભીમાભાઈ અને ફૈબાના દીકરા જીતેશભાઈ સાહિતનાઓએ આરોપીઓને “તમે પાણીયાળા હોય તો હાલ્યા આવો કહેતા” ઝઘડો થયો હતો અને આરોપી નવઘણભાઇ

ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. વાંકાનેર, ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ રહે. ગામ નવા ઢુવા, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ નવા ઢુવા ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ રહે ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. ચંદ્રપુર અને હરેશભાઇ બટુકભાઇ પરમાર રહે. વાંકાનેર વાળાઓ રફાળેશ્વર નજીક આવ્યા હતા અને ત્યાં લોખંડના પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદોને માર મારી બોલેરો ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને આરોપીઓ નાસી

ગયા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ (૩૨) રહે. ગામ નવા ઢુવા, નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૪૧) રહે. વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ (૨૫) રહે. નવા ઢુવા, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૨૪) રહે. વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ (૩૬) રહે ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૨૬) રહે. ચંદ્રપુર અને હરેશભાઇ બટુકભાઇ પરમાર (૪૨) રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીઓને જેલ હવાલે કરેલ છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!