સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હતા: બાર હજાર કબ્જે
વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે જુગારની રેડ કરતા સાત જુગારી કુલ ૧૨,૩૩૦ ની રોકડ સાથે પકડાયા હતા.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટેશન રોડે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા કાસમભાઇ સલીમભાઇ બસેર, જુમાભાઇ સલમાનભાઈ ભટ્ટી, અસ્લમભાઇ સેરમહંમદભાઇ બ્લોચ, સલીમભાઇ દાઉદભાઈ ઘાંચી, અલીઅસગર ઓસમાનભાઈ શેખ, મામદભાઈ ઉમરભાઇ રફાય અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ મળી આવેલ હતા; જેથી પોલીસે રોકડા રૂપિયા કુલ ૧૨,૩૩૦ મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.