રૂ. ૭૩,૨૦૦/-નો મુદામાલ કબ્જે
વાંકાનેર: નવાપરા ખડીપરા વિસ્તાર ઇંટોના ભઠા પાછળ નદીના પટ્ટમાં ખુલ્લી જગ્યામાં ઓમ માર્કેટીંગ કારખાનાની ટ્રીટ લાઇટના અંજવાળામાં સાત જણાને જુગાર રમતા રોકડા રૂ.૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે પોલીસ ખાતાએ પકડેલ છે, એક આરોપી નાસી ગયેલ છે….
જાણવા મળ્યા મુજબ નવાપરા ખડીપરા વિસ્તાર ઇંટોના ભઠા પાછળ નદીના પટ્ટમાં ખુલ્લી જગ્યામાં ઓમ માર્કેટીંગ કારખાનાની ટ્રીટ લાઇટના અંજવાળામાં સાત જણાને ગંજીપતાના પાનાવતી તીન પતીનો જુગાર રમતા રોકડા રૂ.૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે. પકડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) સુનીલભાઈ શંકરભાઈ સારલા (ઉ.29) રહે. ખડીપરા નવાપરા (2) સતીષભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.32) રહે. ખડીપરા નવાપરા (3) રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.21) રહે. ખડીપરા નવાપરા (4) વિપુલભાઇ ઠાકરશીભાઈ હીરાણી (ઉ.48) ભાટીયા સોસાયટી બાલા હનુમાન પાસે (5) હુશેનભાઈ ઉર્ફે ઓટુ વલીમહમદભાઈ શેખાણી (ઉ.39) લક્ષ્મીપરા શેરી નં ત્રણ (6) નીકુંજ રમેશભાઈ ડાભી (7) સાગર ઉર્ફે હડો કોળી રહે. મીલ પ્લોટ જેમાંથી નીકુંજ નાસી ગયેલ…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા,પો.હેડ. કોન્સ ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, રાણીંગભાઈ નાજભાઇ ખવડ, દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, વિપુલભાઇ કાળુભાઇ પરમાર, દિવ્યરાજસિંહ પ્રુથ્વિરાજસિંહ રાણા તથા જગદિશભાઇ રમેશભાઇ રંગપરા દ્વારા કરવામાં આવી હતી..
