કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ

રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ની થીમ સાથે ગામડાઓ કચરા મુક્ત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપી લોકોને આ ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યા છે.

આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મહેન્દ્રપૂર, મોરબી તાલુકાના આંદરણા, હળવદ તાલુકાના દિઘલિયા, માળિયા તાલુકાના રાસંગપર, વાંકાનેર તાલુકાના પંચાસર તેમજ જેપુર સહિતના ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે એસ.બી.એમ.જી. યોજના હેઠળ શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના એચ.આર.ડી. કન્સલટન્ટ નરસંગ છૈયા, સ્વચ્છ ભારત મિશન કન્સલટન્ટ ચેતનસિંહ પરમાર, જિલ્લા કોર્ડિનેટર ભાવેશભાઈ વાઢેર અને તાલુકા કક્ષાના કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમોમાં ગામના સરપંચશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યમાં ગામના લોકો સહભાગી બન્યા હતા.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન, લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગામડાઓ સ્વચ્છ બને તે માટે ‘સ્વચ્છતા હી સેવા’ અંર્તગત ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયામાં સ્વયંભૂ જોડાઈને લોકો આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે.

સૂચનાઓ
(1) કમલ સુવાસ આપણા મોબાઈલમાં મેળવવા માટે જે તે વ્યક્તિએ ખુદ જ નીચે મુજબની સુચનાઓનો અમલ કરી જોડાવવું પડે છે. અમે કોઈને એડ કરતા નથી.
(2) કમલ સુવાસ વોટ્સએપ ગ્રુપના અન્ય કોઈને પણ એડમીન બનાવતા નથી.
(3) કમલ સુવાસ ગ્રુપમાં રજુઆત અંગેના સમાચાર મુકવા માટે રજૂઆતના પત્રનો ફોટો મોકલવો
(4) કોઈએ પણ વિડિઓ મોકલવો નહીં, ફોટા જ મોકલવા
(5) સમાચાર મો: 78743 40402 ઉપર જ મોકલવા

Content Copying Forbidden !!

error: Content is protected !!