વાંકાનેરના ગઢીયા ડુંગર નામના નિર્જન વિસ્તારમાં શૈલેષ ચંન્દ્રકાંત પંચોલી નામના યુવાન પ્રકૃતિને ખોળે ખેલતા નિર્દોષ પંખીઓને બચાવવા એમને ચણ અને જળ ઘણા વર્ષોથી પુરૂ પાડે છે…
જેમાં જુવાર અને બાજરીનું ચણ પંખીને દરરોજ નાખવામાં આવે છે. દરરોજ 15 થી 20 કિલો જુવાર કે બાજરીની જરૂર પડે છે. મોંઘવારીના આજના આ દોરમાં રોજનું 15 થી 20 કિલો અનાજ પંખીઓને નાખવુ એ મુશ્કેલ તો છે જ અને એટલા માટે જ આ પ્રવૃતિને ચાલુ રાખવી જરૂર છે…
આ સિવાય બટુક ભોજન પણ દર પુનમ અને અમાસે કરાવવામાં આવે છે. કુતરાને પારલે બીસ્કીટ, નિરાધાર ગાયોને ખોળ ભુંસુ, ગદપ વિગેરે સેવા પણ નિરંતર ચાલુ જ છે. આ સેવાના ભેખધારી યુવાન ધ્વારા આ પ્રવૃતિ ભામાશાઓના સહયોગથી કરવામાં આવે છે. શૈલેષ ભાઈ ના સેવા કાર્યમા જોડાવા ફોન નંબર 8980884274 પર સંપર્ક કરવો…