વાંકાનેર: આજે સવારના સાડા નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આશિયાના જમતખાના હોલ વાંકાનેર ખાતે શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં જનાબ રસુલભાઈ શેરસીયા‚ સાહિલભાઈ શેરસીયા‚ રહીમભાઈ શેરસીયા‚ ઈરફાન સાહેબે એકતા‚ વાંચન‚ શિક્ષણ તથા સ્કોલરશીપ વિશે માહિતી આપી હતી.એંકર તરીકે ઉસ્માનગની શેરસીયાએ સેવા આપી હતી. વાંકાનેર શેરસીયા પરિવાર (નારેદાવારા)ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા…





ધોરણ 10 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આજે શેરસીયા પરિવાર (નારેદાવારા) તરફથી એવોર્ડ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શેરસીયા પરિવાર (નારેદાવારા)ના આગેવાનો‚ વાલીગણ, શિક્ષક ગણ, આમંત્રિત વિદ્યાર્થી ભાઈઓ, બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આજની સભામાં મુખ્ય મહેમાનશ્રીઓએ પ્રવચન આપી બધાંને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનવવા માટે શેરસીયા પરિવાર (નારેદાવારા) આયોજક ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાળજીપૂર્વક કામ કરી ડીઝીટલ સંસાધનોનો ઉપયોગ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. અલ્લાહ’તલાથી દુઆ છે કે આપણો પરીવાર‚ મોમીન સમાજ‚ મુસ્લિમ સમાજ ખૂબ જ તરક્કી કરે અને સફળતાના શિખરો સર કરે..

