નવું સરનામું નોંધી લેશો
ડૉ.સાજીદ પાસલીયાની ચંદ્રપુર, નેશનલ હાઈવે પર અધતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી શુભારંભ
વાંકાનેરના જાણીતી ડૉ. સાજીદ પાસલીયા જેવો કોરોના કાળ દરમિયાન પીર મશાયખ હોસ્પિટલમાં શ્રેષ્ટ કામગીરી કરીને લોકોમાં આગાવી છાપ ઉભી કરી હતી. કોરોના કાળ બાદ ડૉ. પાસલીયાએ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ “પાસલીયા હોસ્પિટલ” હાઇવે જકાતનાકા ખાતે શરૂ કરી હતી. તેમને જોત જોતામાં ખૂબ જ ખ્યાતિ મળી અને આ જગ્યા નાની પડવા લાગી, જેથી ડોક્ટર પાસલીયાએ ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર જગ્યા ખરીદીને ત્યાં સંપૂર્ણ સુવિધાવાળુ અધતન હોસ્પિટલ માટેનું બિલ્ડીંગ બનાવ્યુ. જેમની છેલ્લા એકાદા વરસથી કામગીરી ચાલી રહી હતી તે હવે પૂર્ણ થતા આજ એટલે કે તારીખ 30/09/2024 ને સોમવારના રોજ પાસલીયા હોસ્પિટલ આ નવા બિલ્ડીંગમાં સ્થળાંતર થશે…
આ સમયે ડૉ. પાસલીયાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે મિત્રો, શુભેચ્છકો અને અમારી પાસે તબીબી સારવાર લેવા આવનાર તમામ ભાઈઓ બહેનોને આજ સોમવારથી જૂની પાસલીયા હોસ્પિટલને બદલે ચંદ્રપુર ખાતે નવી પાસલીયા હોસ્પિટલમાં તબીબી સેવાઓ મળશે. જ્યાં આપને સારી અને અધતન સુવિધાઓ મળી રહેશે. અમોએ વાંકાનેરમાં કરેલી તબીબી કામગીરીમાં વાંકાનેરની જનતા તરફથી અપાર પ્રેમ અને સહકાર મળતો રહ્યો છે અને વાંકાનેર જનતા સાથે આગવો નાતો બંધાયો છે. આ નાતો કાયમ માટે અતૂટ જ રહેશે તેવી આશા છે. આપના સહકાર અને આશિર્વાદ, દુવાની અપેક્ષા…