વાંકાનેર : ખેલમહાકુંભમાં વાંકાનેર તાલુકાની કબડ્ડી સ્પર્ધામાં શિવાજી લાઈન્સ ટીમ (વાંકાનેર) ચેમ્પિયન થઈ છે. ત્યારબાદ ગત તા.22ના રોજ મોરબી મુકામે ખેલમહાકુંભ 3.0ની મોરબી જિલ્લા લેવલની સ્પર્ધા જે મોરબી મુકામે યોજાઈ હતી જેમાં મોરબી અને મોરબીના જુદા જુદા તાલુકાઓની ટીમને સારા પોઈન્ટના ડિફરન્સથી હરાવીને મોરબી જિલ્લાની સ્પર્ધામાં શિવાજી લાઈન્સ (વાંકાનેર) ચેમ્પિયન બની છે.
આ ખેલાડીઓએ દોશી કોલેજના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ અને માર્ગદર્શન મેળવેલ હતું. આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને રમત ગમતના અધ્યાપક ડૉ.વાય.એ. ચાવડા અને દોશી કૉલેજ પરિવારે આ ઉચ્ચ સિધ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી છે.
શિવાજી લાયન્સ (વાંકાનેર) ટીમના ખેલાડીઓ:
1.ખાંડેખા નેમિષ ભીખાભાઈ (વાંકાનેર)
2.ધરોડીયા આનંદ જયેશભાઈ (વાંકાનેર)
3. ધરોડીયા આશિષ જયેશભાઈ (વાંકાનેર)
4.છણીયારા વિશાલ રાજેશભાઈ (વાંકાનેર)
5.રબારી પીન્ટુ અરજણભાઇ (બરવાળા)
6.ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈ (રાજાવડલા)
7.મુંધવા અરવિંદ વજાભાઈ (વાંકાનેર)
8. યાદવ મિલન રાજુભાઈ (વાંકાનેર)
9. ધરોડીયા ચેતન કમલેશભાઈ (વાંકાનેર )
10.ગોલતર હીરો લાલાભાઈ (વાંકાનેર)
11.બાંભવા કિશન દિનેશભાઈ (વાંકાનેર)
12.ડાભી લાખો વાલાભાઈ (વાંકાનેર )