વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં લેબર કોલોનીના ગેટ પાસે ઉભેલા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં જાણ કરવામાં આવી છે…



જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક વરમોરા સીરામીક પાછળના ભાગમાં આવેલ મિલેનિયમ ગ્રેનાઇટો નામના કારખાના પાસે લેબર કોલોનીના ગેટ પાસે રાજુકિશોર શિવશંકર રામ (21) નામનો યુવાન ઊભો હતો ત્યારે ત્યાં તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને ફેકચર જેવી ઈજા થઈ હતી અને પેટમાં પણ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવેલ છે…
અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…
