વાંકાનેર: તાલુકાના જગ વિખ્યાત માટેલ ધરા ખાતે બિરાજમાન આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે તારીખ ૫/૨/૨૫ ને મહાસુદ -૮ ના શ્રી ખોડિયાર જયંતી નિમિતે માતાજીના નીજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર દર્શન તેમજ ક્લાત્મક ફૂલની રંગોળી કરવામાં આવેલ હતી… આ ઉપરાંત માતાજીનો જન્મદિવસ હોય અસંખ્ય ધજા ચડાવવામાં આવેલ હતી મંદિર દ્વારા સવારે બાવનગજની ધજા ચડાવવામાં આવેલ હતી સવારથી માતાજીના મંદિરમાં હજારો ભાવિક ભક્તજનો માતાજીના દર્શનાર્થે પધારેલ હતા ખોડિયાર માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતુ
હજારો ભાવિકોએ માતાજીના દર્શન કરી અને પવિત્ર ધરાનું જળ લઈ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે કાયમ માટે અવિરત બંને ટાઈમ મહાપ્રસાદ ચાલુ જ છે અને યાત્રિકો માટે આખો દિવસ ચા પાણી ચાલુ રહે છે તેમજ વિના મુલ્યે યાત્રિકો માટે રહેવાની પણ સગવડ છે…
માટેલ મંદિરના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા, શ્રી ખોડીદાસબાપુ, શ્રી જગદીશબાપુ તથા શ્રી વિશાલભાઈના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડિયાર જયંતી નિમિતે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને શ્રી ખોડિયાર જયંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી…