વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન
રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1 એપ્રિલથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે.
વાંકાનેરવાળા ભાગવત કથાકાર શાસ્ત્રી પ્રભુલાલજી પંડ્યા વ્યાસપીઠ પરથી ભાવિકોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા રોજ સવારે 9થી 12 તેમજ બપોરે 3.30થી 6 કલાક સુધી ચાલશે. કથા દરમિયાન રોજ ત્રણ ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના યજમાન રાણા અજયસિંહ રણજીતસિંહ અને રાણા પુષ્પરાજસિંહ અજયસિંહ છે.
ભાગવત કથામાં માંગલિક પ્રસંગો
1 એપ્રિલ : પોથીજીની શોભાયાત્રા
3 એપ્રિલ : કપિલ ભગવાન પ્રાગટ્ય
3 એપ્રિલ : નૃસિંહ ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : વામન ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : શ્રીરામ ભગવાન પ્રાગટ્ય
4 એપ્રિલ : શ્રીકૃષ્ણ ભગવાન પ્રાગટ્ય તથા નંદ મહોત્સવ
5 એપ્રિલ : શ્રી ગોવર્ધન પૂજા
5 એપ્રિલ : શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ
6 એપ્રિલ : ભક્ત સુદામા ચરિત્ર
7 એપ્રિલ : કથા પૂર્ણાહુતિ