મૂળ દીઘલિયાના આશિયાના સોસાયટીમાં રહે છે
વાંકાનેર: તાજેતરમાં લેવાયેલ ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડની પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ દીઘલિયાના શેરસીયા સિમરાબેન નઝરૂદીનભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે…


આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 600 પ્રતિસ્પર્ધી હતા, જેમાં નિર્મળા સ્કૂલ વાંકાનેરમાં 8 માં સ્ટાન્ડર્ડના સિમરાબેન ગોલ્ડન ઓલિમ્પેડમાં બી કેટેગરીમાં લેવલ 2 માં પ્રથમ રેન્ક મેળવતા તેમને ટ્રોફી, સર્ટિફિકેટ અને 3000 રૂપિયા પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું, એમની આ સિદ્ધિ બદલ એમને અભિનંદન મળી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે તેઓ ટોળ બાદી કુટુંબના ભાણેજ છે. ખૂબ ખૂબ અભિનંદન !!

