સિંધાવદર ગામે આજે તારીખ 8- 3- 2023 ને બુધવારના રોજ ઉનાળિયા વોંકળા ઉપર કોઝવેનું કામ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરેલ, તેનું કાર્ય પૂર્ણ થતા આજે માજી કારોબારીના ચેરમેન યુસુફભાઈ શેરસીયા હસ્તે કોઝવે લોકો માટે ખુલ્લો મુકેલ હત.ો આ પ્રસંગે માજી સરપંચ ઈસ્માઈલભાઈ (IMP) તેમજ શેરસિયા અબાસ જલાલ તથા ગ્રામજનો હાજર રહેલ હતા.
ગામથી આથમણી દિશામાં આવેલ આ કોઝવે બનતા મેઘપરિયા વિસ્તારના અંદાઝે બસ્સો જેટલા ખેડૂતોને સવલત મળશે અને પરેશાનીમાંથી છૂટકારો મળશે. ગ્રામ્યજનોમાં આથી આનંદની લાગણી પ્રસરી છે.


