વાંકાનેર: ગઈ કાલથી નવરાત્રીનો આરંભ થઇ ગયો છે. લોકોમાં પણ આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ છે ત્યારે નવરાત્રીએ બહેનોએ શુ શુ ધ્યાન રાખવું તે અંગે નીચેના સૂચનો ખાસ વાંચો.
● ગરબામાં હંમેશા આપના પરિચિત ગૃપ સાથે જ રમો
● અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનું ટાળો
● ઉતાવળમાં અજાણી વ્યકિતની લિફટ લેવાનું ટાળો
● સમય મર્યાદામાં જ આપનાં ઘરે પાછા ફરો
● હંમેશા જવા-આવવાનો માર્ગ ભીડવાળો પસંદ કરો
● આપનો મોબાઇલ નંબર વિશ્વસનીય વ્યકિતઓને જ આપો
● કોઈપણ વ્યકિત સાથે એકાંતવાળી જગ્યાએ ન જાઓ
● સોશિચલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો
● અજાણી વ્યકિત તમારૂં છૂપા કેમેરાથી શૂટિંગ ના કરે તેની કાળજી રાખો
● આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરો
● અજાણી અથવા ટૂંકા પરિચચવાળી વ્યકિતઓ દ્વારા ઓફર કરાયેલા પીણા પીવાનું ટાળો
જરૂર પડ્યે આ નંબર ડાયલ કરી મદદ માંગો
પોલીસ – 100
વુમન હેલ્પ – 181
સાયબર ક્રાઈમ – 1930
ચાઈલ્ડ હેલ્પ – 1098
કોઈપણ આકસ્મિક મદદ માટે વાંકાનેર પોલીસ સ્ટેશન નં. 02828-220556 તથા મોરબી જીલ્લા પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ નં. ૦૨૮૨૨-૨૪૩૪૦૮ પર સંપર્ક કરવો.