માટેલ સીમમાંથી અંધારામાં લપાતા- છુપાતા બે પકડાયા
વાંકાનેર: શહેર પાસે આવેલ રાતીદેવરી ગામમાં દેશી દારૂ બનાવવા અને પીવાનું દુષણ મોટા પાયે ફેલાયાનું પોલીસ ખાતાના દરોડામાં જાહેર થયું છે. જેમાં નવી દેવરીમાં તો ભઠ્ઠી પકડાઈ છે. નીચે મુજબના 2 મહિલા સહિત કુલ છ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


(1) રાતીદેવરીના મનીષ હકાભાઈ ધામેચા પાસેથી 5 લીટર (2) ગોપાલ લધુભાઇ મદ્રેસાણીયા પાસેથી 4 લીટર (3) મંજુબેન ગગજીભાઈ જખાણીયા પાસેથી 5 લીટર (4) રંભીબેન મુનાભાઇ જખાણીયા પાસેથી 3 લીટર (5) કૈલાશ શિવજીભાઈ વિકાણી પાસેથી 10 લીટર અને (6) નવી દેવરી પાણીના ટાંકા પાસેથી મનજી પ્રેમજી વરાણીયાની દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે, જેમાં આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી રૂપિયા સાતસોનો મુદામાલ કબ્જે કરેલ છે.
રાતના અંધારામાં લપાતો- છુપાતો: માટેલ સીમમાં આવેલ બંધ હાલતમાં સ્ટેપીના સીરામીક પાસેથી મોરબીનો કુબેર ટોકીઝ પાસે કેનરા બેન્ક પાછળ રહેતો પ્રશાંત ઉર્ફે પપ્પુ અરવિંદભાઈ ગડાસીયા અને માટેલ રોડ પર આવેલ બંધ હાલતમાં રોસેટા વિટ્રિફાઇડ સીરામીક પાસેથી મોરબીનો વીશીપરા કુબેરનગર-1 માં રહેતો સલીમ કાદરભાઈ બુખારી રાતના અંધારામાં લપાતો- છુપાતો પોલીસખાતાએ પકડેલ છે….