ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને માર માર્યો
વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ ઉપરથી તેની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની કારને આંતરવામાં આવી હતી અને ત્યાર બાદ કારમાં પથ્થર મારીને નુકશાની કરી હતી. યુવાનને માથા અને શરીરે પાઇપ તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો, જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા. ત્યાર બાદ તેને છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ હુડકો કવાર્ટર-સી પાછળ મણીનગર સોસાયટીમાં રહેતા લાલાભાઇ રામભાઇ વરૂ જાતે આહિર (૩૫) એ હાલમાં મેહુલ સરવૈયા અને દિનેશ સરવૈયા રહે. બંને સુંદરીભવાની તાલુકો હળવદ તેમજ તેની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસેથી રોડ ઉપરથી ફરીયાદી પોતાની કાર લઇને જતી હતો ત્યારે
આરોપી મેહુલ સરવૈયાને ફરીયાદીના ભાણેજ સાથે બે દિવસ પહેલા બોલાચાલી અને ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેનું બાઇક કારની આડે મૂક્યું હતું અને ત્યાર બાદ મેહુલ સરવૈયાએ ત્યાં આવીને ફરીયાદીની કાર પર પથ્થરનો ઘા કરીને કારમાં નુકશાની કરી હતી તેમજ ફરીયાદીને માથામાં ઇજા કરી હતી અને બાદમાં ફરીયાદી ગાડીની બહાર આવતા ત્યાં
આરોપી દિનેશ સરવૈયા તથા બીજા ત્રણ ઇસમો બાઈકમાં આવ્યા હતા અને આરોપી મેહુલ તથા દિનેશે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માથા સહિત શરીરે આડેધડ પાઇપના ઘા તેમજ ઢીકાપાટુનો માર મારેલ હતો જેથી ફરીયાદીને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મેહુલ તથા દિનેશ સહિત કુલ છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪, ૩૨૫, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે