ટંકારા: જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં છ જણાને જુગાર રમતા ઝડપ્યા છે.
જાણવા મળ્યા મુજબ જબલપુર ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા (1) મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઈ કાનાણી (ઉ.વ.29) જબલપુર (2) ગોરધનભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.60) જબલપુર
(3) અરજણભાઈ રામજીભાઈ કગથરા (ઉ.વ.58) જબલપુર (4) હેમતભાઈ ડાયાભાઈ કુંડલીયા (ઉ.વ.45) જબલપુર (5) હેમંતભાઈ કલ્યાણજીભાઇ ભાલોડીયા (ઉ.વ.54) ગાયત્રીનગર, ટંકારા (6) હીરાભાઈ ભગવાનજીભાઈ ભાલોડીયા (ઉ.વ.64)
લક્ષ્મીનારાયણ મંદિર સામે, ટંકારા વાળાને જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રૂપીયા ૬૨૭૦૦ ના મુદ્દામાલ સાથે રમતા પકડેલ છે અને જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહીમાં અનાર્મ પોલીસ હેડ.કોન્સ્ટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર,
અનાર્મ પો.કોન્સ. સિધ્ધરાજસિંહ અર્જનસિંહ ઝાલા, પો.કોન્સ.કૌશીકકુમાર રતીલાલ પેઢડીયા, પો.કોન્સ. વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા તથા પો.કોન્સ. દશરથસિંહ ધનશ્યામસિંહ જાડેજા જોડાયેલ હતા.