પીપળીયારાજ ખાતે ટંકારાના શખ્સનો અકસ્માત
વાંકાનેર: કડીયાકામ કરતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી/અનુ.જાતી (ઉ.વ.૫૦) રહે-રમણભાઈની વાડી વિસ્તાર, કુંભારપરા વાંકાનેર વાળાએ ફરીયાદ કરેલ છે કે તા. ૨૧/૦૬/૨૦૨૪ ના રાત્રીના જમીને પોતે તથા તેમના પત્ની નૈનાબેન ઘરે ટી.વી. જોતા હતા ત્યારે વાંકાનેર

આંબેડકરનગરમાં રહેતા નં.(૧) કૌશીક ધીરૂભાઈ રાઠોડ જેના હાથમાં લોખંડ ને પાઈપ હતો નં (૨) ફુલદિપ કાળુભાઈ રાઠોડ જેના હાથમાં લાકડી હતી નં (૩) ટીપુ કાલૂભાઈ રાઠોડ જેના હાથમાં લાકડી હતી તેમજ સાથે બીજા ત્રણ અજાણ્યા માણમો જેમા બેના હાથમાં લાકડી

તથા એકના હાથમાં છરી હતી એ રીતના છ (૬) જાણા બળજબરીથી, અમારા ઘરમાં આવેલ અને કહેલ કે ‘તમારા દીકરા પ્રભાત તથા બીજા એક માણસે અમારા કુટુંબી જીવણભાઈ માર મારેલ છે આ પ્રભાત કયા છે?’ પછી આ છ એ જણા ઉશ્કેરાઈ જઈ બોલાચાલી ઝગડો કે

ગાળો આપી “આજ તમને મારી નાખવા છે” તેમ કહી એક સંપ કરી જીવલેણ હુમલો કરીને કૌશીકભાઈએ માથાના ભાગે અને કુલદિપભાઈએ તથા ટીપુભાઈએ તેમજ અજાણયા માણસોએ લાકડીઓ મારવા લાગેલ. માથામાંથી લોહી નીકળવા લાગેલ, ફરિયાદીના

પત્ની વચ્ચે પડતા તેને કૌશીકભાઈએ લોખંડના પાઈપથી માથાના ભાગે માર મારેલ. થોડીવાર પછી ભત્રીજો પાર્થ જેન્તીભાઈ સોલંકી, ભાઈ યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા બીજા માણસો આવીને બાજુમાં રહેતા બચુભાઈ વાઘેલાની C.N.G રીક્ષામાં વાંકાનેર સરકારી દવાખાને અને પછી રાજકોટ ખાતે રીફર કરતા

એમ્બ્યુલન્સમાં પુત્ર પ્રભાત, પાડોશી દક્ષાબેન પુનાભાઈ ચાવડા, વનીતાબેન કાનજીભાઈ સારેસા તથા શામજીભાઈ જેઠાભાઈ સારેસા આવીને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે આ બનાવ બનવાનુ કારણ એ છે કે જીવણભાઈ ભરતભાઈ રાઠોડ સાથે મારામારી ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી ઉપર હુમલો કરેલ હતો. પોલીસ ખાતાએ આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે…
પીપળીયારાજ ખાતે ટંકારાના શખ્સનો અકસ્માત…
ટંકારાના રખડતું ભટકતું જીવન જીવતા હુસેનભાઇ હાલા (ઉ.વ. 65) બપોરના 4:30 વાગ્યાની આસપાસ પીપળીયારાજ ગામ પાસે ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે તેઓને વાંકાનેર લાવ્યા હતાં