અંડર 17 બહેનોમાં સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન
વાંકાનેર: 68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 માં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશીલા વિદ્યાલય હળવદ મુકામે તારીખ 20-08-2024 મંગવારના રોજ યોજાયેલ તેમાં અંડર 17 બહેનોમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલ ચેમ્પિયન થઈ…સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રમગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત મુખ્ય કોચ SAG ની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના રમતોત્સવ તક્ષશીલા હળવદ મુકામે યોજાયેલ, તેમાં વાંકાનેર તાલુકાના સિંધાવાદરની સરકારી ગ્રાન્ડેટ એસ.એમ.પી. હાઈસ્કૂલની
બહેનોની બે ટીમ સહીત જિલ્લાભરમાંથી બધા વિભાગોમાથી 15 થી વધુ ટીમે ભાગ લીધો હતો.એસ.એમ.પી.હાઈસ્કૂલની અંડર 17 ગર્લ્સની ટીમે ફાઈનલમાં નાલંદા વિદ્યાલય ટંકારાની ટીમને 10-0 થી હરાવીને જિલ્લા ચેમ્પિયન થયા હતા. અંડર 14 ગર્લ્સ ટીમ જિલ્લામાં ત્રીજા નંબરે રહી હતી….
ખાસ નોંધનીય બાબત એ છે કે એસ.એમ.પી.હાઈસ્કૂલમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના સંતાન છે, જેમને આધુનિક ભૌતિક સુવિધા વગર પણ તનતોડ મહેનત કરીને સ્પર્ધાઓમાં આગળ પડતું સ્થાન મેળવતા રહે છે.
ચેમ્પિયન થનાર ટીમ હવે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થવા બદલ આ બંને ટીમના ખેલાડી બહેનોને અને વ્યાયામ શિક્ષકને સંસ્થાના પ્રમુખ સાહેબ જનાબ શકીલએહમદ કે.પીરઝાદા, તેમજ ટ્રસ્ટી મંડળ, શાળાના આચાર્યશ્રી બાદી સાહેબ, શાળા સ્ટાફ ગણ, SAG કચેરી મોરબીના હેડ કોચ રવી સાહેબ ચૌહાણ, વાંકાનેર રમત ગમત કન્વીનરશ્રી ઇબ્રાહિમ ખોરજીયા સાહેબ, પટૌડી સાહેબે શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં પણ શાળા અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કમલ સુવાસ ન્યુઝ તરફથી અભિનદન !
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
