સીસીટીવીમાં કેદ
તસ્કરોના નાઇટ પેટ્રોલીંગથી રહીશોમાં ગભરાટ
વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.
સામાન્ય રીતે શિયાળા અને ઉનાળામાં ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધતું હોય છે તેવી જ રીતે છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટના બનતી હોય તેવા સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થાય છે અગાઉ મોરબી શહેરના આલાપ રોડ ઉપરના સોસાયટી વિસ્તાર, રાજપર રોડ ઔદ્યોગિક વિસ્તાર અને લજાઈ ચોકડી પાસેના કારખાનાના વિડીય પણ વાયરલ થયા હતા. જોકે ચોરીની આ ઘટનાઓના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ચોપડે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી તેવામાં વાંકાનેર શહેરમાં આવેલ ગુલશન ગ્રીન સોસાયટીમાં ચાર તસ્કરો દ્વારા રાતના સમયગાળા દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડવામાં આવ્યા હતા જોકે તાળા તોડતા પહેલા ઘર પાસે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને પણ તોડવામાં આવ્યા હતા તેવું પણ હાલમાં જે સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે તેમાં દેખાઈ રહ્યું છે….
ચોરીની આ ઘટના સંદર્ભે વાંકાનેરમાં હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે રોકડ તથા અન્ય મુદ્દામાલની ઘરમાંથી ચોરી થયેલ છે અને રાત્રિના સમયગાળા દરમિયાન અવારનવાર આ પ્રકારે ચોરીની ઘટનાને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવતો હોય લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે ત્યારે મોરબી જિલ્લામાં ખરેખર પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરે છે કે પછી તસ્કરો તે સવાલ ઉઠી રહ્યો છે…