ઘટના સીસીટીવીમાં કેદ
ટંકારા: તાલુકાના હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક અડધો ડઝન ફેક્ટરીમાં ત્રણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રીતસર અડધી રાતથી વહેલી સવાર સુધી ચોરીને અંજામ આપવા તોડફોડ કરી અંતે કાઈ હાથમાં ન લાગતા સામાન વેર વિખેર કરી જતા રહ્યા હતા…
મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના ઔધોગિક વિસ્તાર હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક તસ્કરો નિકળી પડ્યા હોય એમ એક પછી એક એમ અડધા ડઝનેક ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વિગતો મળી છે. જેમા રીચ એલયુ મેટલ, સ્કાય ગ્લોવ પેઈન્ટ, વિનાયક પ્લાસ્ટિક, ભગત તાવડી, સગુન પ્લાસ્ટિક, સાર્થક પોલિ પલાસ્ટમાં દરવાજા બારી તોડી ચોરીને અંજામ આપવા તસ્કરો ત્રાટક્યા હતા. જો કે તેઓ રોકડ હાથ નહી લાગતા સામાન વેર વિખેર કરી જતા રહ્યા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળામાં નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલીંગ વધારે ઉપરાંત નાઈટ ડયુટીમાં રહેલા જવાનો તકેદારી રાખી લોકોના જાનમાલની સુરક્ષા કરે એવી લોકલાગણી છે….