ફરિયાદ એક મહિના પછી થઇ છે આથી માનવામાં આવે છે કે ચોર હાથ વેંતમાં હોવો જોઈએ
વાંકાનેર: બારદાનના વેપારીએ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- વાળું જી.બી.કે. કલરનું સને-૨૦૧૮ ના મોડલનું સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીકના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ દશ-પંદર મીનીટમાં જ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ એક મહિના પછી થઇ છે આથી માનવામાં આવે છે કે ચોર હાથ વેંતમાં હોવો જોઈએ…

જાણવા મળ્યા મુજબ બારદાનનો વેપાર કરતા અને ભક્તિનગર પ્લોટ નં.૧૬ ત્રીલોકધામ મંદિર પાછળ કુબેરનગર પાછળ નવલખી રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે રહેતા કાન્તીલાલ મહાદેવભાઇ ઘુમલીયા (ઉ.વ.૫૧) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઇ તા: ૩૦/૦૯/૨૦૨૫ ના સવારના આશરે સાડા અગિયારેક વાગ્યે સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીકના ગ્રાઉન્ડમાં ઓફીસની બાજુમાં મોટર સાયકલ મુકી અને હું ઓફીસ અંદર ગયેલ હતો, મારે ઉતાવળથી નીકળવાનુ હોય જેથી મેં ચાવી કાઢેલ ન હતી અને 

આશરે દશ-પંદર મીનીટ બાદ બહાર આવતા આજુબાજુમાં તપાસ કરવા છતાં મોટર સાયકલ જોવામાં આવેલ નહીં, આ મારૂ હીરો સ્પલેન્ડર પ્લસમોટર સાયકલ રજીનં, GJ-36-M-95 81 કી.રૂ. ૨૦,૦૦૦/- વાળું જી.બી.કે, કલરનુ મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધેલ છે…
