કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર એસટી ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

        વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી હતી અને નવી બસ આવતા ડ્રાઈવર સલીમભાઈ પઠાણ અને કન્ડક્ટર અશોકભાઈ થુલેટીયા સહિતના સ્ટાફમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત વાંકાનેર ડેપોના ટી.આઈ. મેહબૂબભાઈ લહેજી, એ.ટી.આઈ સબીરભાઈ ખોખર, વર્કશોપ ઇન્ચાર્જ અશોકસિંહ જાડેજા, જીતુભા જાડેજા, જનકસિંહ ઝાલા, એસ.ટી. ક્રેડિટ સો.ના ડિરેક્ટર જે.જે. જાડેજા, કેશિયર જે.બી. ઝાલા, બુકીંગ શાખાના નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટોરમાંથી હિતેશભાઈ પરમાર, ટીસી બાદી, ફ્યુલ ક્લાર્ક પ્રવીણભાઈ ભૂંસાડીયા, મુનાભાઇ ખેરવા તેમજ બહોળી સંખ્યામા કર્મચારીઓ હાજર રહયા હતા અને વાંકાનેર ડેપોના મહિલા કંડક્ટર સુમિત્રાબેન ઠાકોર તેમજ ગીતાબેન પટેલના હસ્તે નવી બસને ચાંદલા કરી શ્રીફળ વધારીને બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!