પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિતાબેન ભરગાનો સમાવેશ
વાંકાનેર: ભારત સરકાર દ્વારા ન્યાય સંહિતા 2023 નો નવો કાયદો અમલમાં મૂક્યા બાદ મોરબી જિલ્લામાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઘણા ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ. આ
ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી પાડવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિતાબેન ભરગા સહીત પોલીસ સ્ટાફને સ્વાતંત્ર દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી કલેકટર ઝવેરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.એસ.આઈ. લલીતાબેન ભરગા, એ.એસ.આઇ ચમનભાઈ ચાવડા, પોલીસ હેડ કોસ્ટેબલ કૃપાલસિંહ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
ઉલ્લેખની છે કે પોલીસ ઇન્સ્પેક્ટર લલીતાબેન ભારગા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં સતત કાર્યરત રહી અને દોડધામ કરી પોતાના હકુમત હેઠળ આવતા વિસ્તારમાં ઓછા ગુના બને તેનુ સતત ધ્યાન રાખતા હોય છે લલીતાબેન ભરગાને સન્માનિત કરાતા તેમની ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેઓ અગાઉ વડોદરા શહેરમાં પણ શ્રેષ્ઠ કામગીરી બજાવી ચુકયા છે.