કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર

બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે

વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવનાર છે. આ સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન વિશે વાત કરતા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા એજ સેવા અંતર્ગત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ગ્રામીણ કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો આ અભિયાનમાં સમાવેશ થઈ જાય. મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનો ૧૫મી ઓક્ટોબરથી આપણે શુભારંભ કરીશું અને

ત્યારબાદ ૨ માસ સુધી આ અભિયાન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવશે. ૧૫ ઓક્ટોબરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર વગેરે અલગ-અલગ કચેરીઓમાં સફાઇ ઝુંબેશનો આયોજન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જે કચરાના ઢગલા પડેલા હોય તે કચરાના ઢગલા ઉપાડવા અને ત્યાં ફરીથી કચરાના ઢગલા ન થાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે.

નદી પટમાં સફાઈ કરવાની છે અને સફાઈ કર્યાં બાદ હંમેશા ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટેનું આયોજન કરવાનું છે. નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં જે સાધનો ઉપલબ્ધ નથી તે સાધનો માટે આગોતરૂં આયોજન કરી આ સાધનો આવી જાય અને તમામ સફાઈ કર્મીઓને યોગ્ય સાધનો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની છે. જે બિલ્ડીંગો જૂની છે ત્યાં રીપેરીંગ કરીને રંગ રોગાનની કામગીરી પણ કરવાની છે. દિવાળી નિમિતે ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવામાં આવશે. જાહેર ટોયલેટની સાફ સફાઈ થાય તેની યોગ્ય જાળવણી થાય અને તેમાં નિયમિતતા જળવાઈ રહે તે માટે યોગ્ય આયોજન હાથ ધરવાનું છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જૂના બિલ્ડીંગોનો કાટમાળ જે કોઈ એક જગ્યાએ એકઠો થતો હોય તે પણ એક યોગ્ય જગ્યાએ એકત્ર થાય તેનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની છે.ત્યારબાદ પણ અઠવાડીક કે માસિક રીતે આ કામગીરી નિયમિત જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવશે. અને આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના હોદેદારો સહિતના ચૂંટાયેલા સભ્યો પણ જોડાશે

Content Copying Forbidden !!

error: Content is protected !!