દરેક કલેક્ટરોને સૂચના
પડતર કેસો-ફાઈલોનો નિકાલ ઈ-સરકાર પોર્ટલથી કરાશે
ગાંધીનગર ખાતે યોજાયેલ કલેક્ટર કોન્ફરન્સમાં રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને બિનખેતીની પ્રક્રિયા સરળ કરવા અને અરજદારોને હેરાનગતિ ઓછી થાય તે માટે 1995ના રેકર્ડ નહી માંગવા સૂચના આપવામાં આવી હતી.રાજ્ય સરકારે ખેડુત ખાતેદારોના 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડ ધ્યાને લેવા પરિપત્ર બહાર પાડેલ છે તેને અનુસરવા જણાવાયું હતું…
આ ઉપરાંત ઈ-સરકાર પોર્ટલના માધ્યમથી પડતર ફાઈલોનો વહેલી તકે નિકાલ થાય તે જોવા પણ તાકીદ કરાઈ હતી.સરકાર દ્વારા તમામ કલેક્ટરો માટે ખાસ બનાવેલી એમ.આઈ. એપ્લિકેશનમાં જમીન, વિજિલન્સ તપાસ, ગેરકાયદે દબાણો હટાવવા સહિતની કામગીરીની વિગતો રેગ્યુલર અપડેટ કરવા પણ સુચના આપવામાં આવી હતી…