જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા
બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી
જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા
મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી નુકશાનીનો તાગ મેળવવા વિવિધ ટિમો મારફતે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયાનું સામે આવ્યું છે. હાલ સર્વેની કામગીરી પૂર્ણ થતાં અસરગ્રસ્તોને સહાય ચુકવવાની કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અસરગ્રસ્તોને 14.27 લાખની સહાય કેશ ડોલ્સ ચૂકવાઈ હતી.
મોરબીમાં બીપરજોય વાવઝોડાને કારણે ઠેરઠેર વૃક્ષો, વીજ પોલ તેમજ સીરામીક કારખાના શેડ, પતરા ઉડ્યા હતા અને કાચા મકાનોને પણ નુકશાન થયું હતું. વાવાઝોડાએ ભારે વિનાશ વેરતા જિલ્લા કલેક્ટર દ્વારા નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે પૂર્ણ થતાં કેશ ડોલ્સ ચુકવવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોના 1561 અસરગ્રસ્ત કુટુંબોને રૂ.12,24240 અને હેરી વિસ્તારોમાં 489 લોકોને 2,03,100, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં છ કાચા મકાનોને થયેલી નુકશાનીના વળતર રૂપે રૂ.55,200 અને એક પશુ મૃત્યુના કેસમાં રૂ.3 હજાર, બે પોલ્ટ્રી ફોર્મને થયેલા નુકસાનમાં રૂ.10 હજારની સહાય આપવામાં આવી હોવાનું ડીડીઓ ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું. આ ઉપરાંત બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો તાગ મેળવવા આજથી સર્વે કરાશે.