વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું.
કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ ભાગ લીધો હતો. તે પૈકી વણઝારા પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટ તા.વાંકાનેરની ધોરણ 8માં ભણતી મેસાણીયા મહેકબાનુ યાસીનભાઈએ ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમે વિજેતા બનીને શાળા પરિવારનું ,પોતાના માતાપિતાનું તથા સમગ્ર વણઝારા ગામનું નામ રોશન કરેલ છે.
તેમને બીઆરસી કો. મયુરસિંહ પરમાર, ટીપીઈઓ મંગુભાઇ પટેલ તથા શિક્ષણ સમાજએ શુભેચ્છા પાઠવેલ છે. હવે તેઓ ઝોન કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. તેમને માર્ગદર્શન અને મહાવરો શાળાના શિક્ષકગણએ આપેલ હતો, તેમ આચાર્ય અલાઉદીભાઈ માણસિયાએ જણાવેલ છે.