કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાતીદેવરી પાસે નદીના પુલ ઉપરનો સ્ટંટમેન દબોચાયો

વાંકાનેર: તાલુકાનાં પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ બાઈકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે વિડીયો ધ્યાને આવતાની સાથે જ પોલીસે બાઈકના સ્ટંટ કરનારા શખ્સને શોધીને તેને કાયદાનું ભાન કરાવ્યુ હતું.મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે, જેથી ટ્રાફીક શાખાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરીરહી છે; તેવામાં પીએસઆઇ ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા, ત્યારે ઇન્સ્ટગ્રામ સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક શખ્સનો બાઈકના સ્ટંટ કરતો વાઇરલ વિડિયો ધ્યાને આવ્યો હતો; જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીનેવાંકાનેરના પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર બાઈકના સ્ટંટ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને વાયરલ થયેલ વિડીયોમાં વાહનના નં. જીજે 3 એચસી 8736 વાળાને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને આરોપીસાગરકુમાર અશોકભાઇ વરાણીયા (ઉ.વ. 21) રહે. નવાગામ (લખધીરનગર) તાલુકો મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું, જેથી તેનેપકડીને પુછપરછ કરતા પોતે બાઈકના સ્ટંટ કર્યા હોવાનું કબલ્યુ હતું. જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!