ભેરડાના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે 19/7/24 ના રોજ આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને…
ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મૃતકના પરિવારને સરકારી સહાય મળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના ટીડીઓ સહિતની ટીમે મૃતકના પરિવારને યુપીના રાનીગંજ વિસ્તારમાંથી શોધીને તેના પત્ની સરિતાબેન વિરેન્દ્રભાઈ યાદવને સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાશાબેન મેર તેમજ અધિકારી સહિતના હાજર રહ્યા હતા…