વાંકાનેર: સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત વાંકાનેર શહેરના વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અંતર્ગત ચકાસણી કરતા જાહેર પબ્લિક પ્લેસમાં સૌથી સારી સ્વચ્છતા વાંકાનેર બસ સ્ટેશનની સફાઈ અંગે વાંકાનેર નગર પાલિકા ચીફ ઓફિસરે વાંકાનેર ડેપો મેનેજર વતી રાજકોટ વિભાગના એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા વાંકાનેરને પ્રમાણપત્ર અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા…
જેમાં એસ. ટી. ના વિભાગીય નિયામક સાહેબ જે. બી. કરોતરા અને રાજકોટ વિભાગીય પરિવહન અધિકારી ડાંગરે નગરપાલિકા દ્વારા મળેલ સ્વચ્છતાના પ્રમાણપત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને હજુ પણ નિગમ માટે આવું સારૂ કાર્ય વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા થતું રહે તેવું માર્ગદર્શન આપીને આ કાર્યને બિરદાવ્યું હતું…