ભારે વરસાદની આગાહીને કારણે ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા સૂચના
વાંકાનેર: વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય
મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ પંચાયત તલાટીઓને હેડક્વાટર્સ નહીં છોડવા ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મોરબી
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તલાટી કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે અને સેજાના
તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી (પંચાયત)ને કરવી અને કયા વારે
કયા ગામે હાજર રહેવાને છે, તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવા પણ કહેવામાં આવ્યું છે. સાથે જ તાલુકા કક્ષાની
અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવા જણાવવામાં આવ્યું છે.