કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

એક પાત્રીય અભિનય, નિબંધ, ચિત્ર, વકૃત્વ, લગ્નગીત, સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન, લોકનૃત્ય ગરબા, રાસ સ્પર્ધા

વાંકાનેર : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મોરબી દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકા કક્ષા કલા મહાકુંભ 4 ડિસેમ્બર સોમવાર રોજના એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય, વિધાભારતી વાંકાનેર ખાતે યોજાયેલ હતો.

તાલુકા કક્ષાના આ કલા મહાકુંભમાં વાંકાનેર તાલુકાના 200 જેટલા વિદ્યાર્થીઓએ 6 થી 14 વર્ષની વય જૂથ 15 થી 21 વર્ષ વય જૂથ 21 થી 59 વર્ષ વય જૂથ અને 60 વર્ષથી વધુના વિવિધ 200 જેટલા સ્પર્ધકોએ એક પાત્રીય અભિનય, નિબંધ, ચિત્ર, વકૃત્વ, લગ્નગીત, સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન જેવી વિવિધ વ્યક્તિગત સ્પર્ધા તેમજ લોકનૃત્ય ગરબા, રાસ જેવી સામૂહિક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.

આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો છે. તમામ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયેલા સ્પર્ધકો આગામી 17 ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા દરમિયાન રમત ગમત અધિકારી કચેરીના નાકીયા, બુધ્ધદેવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દર્શનાબેન તથા શિક્ષકો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટોડીભાઈનો વિશેષ સાથ સહકાર મળ્યો હતો.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!