દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ ટેલિફોનિક જાણ થઈ હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો સંભાળી તેના વાલીની શોધખોળ શરૂ કરી હતી…
જેમાં જાણવા મળ્યું હતું કે આ સગીર વયનો બાળક રાજકોટ શહેરના આજીડેમ લાપાસરી મામાદેવ મંદિર પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા અનકરભાઈ પાંગલીયા મોહનીયા (મૂળ મધ્ય પ્રદેશ)નો
હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તેના વાલીને બોલાવીને ખાતરી કરીને બાળકને તેઓને સોંપ્યો હતો. આમ ગણતરીના કલાકમાં જ ગુમ થયેલા સગીર વયના બાળકનું વાંકાનેર તાલુકા પોલીસે વાલી સાથે મિલન કરાવ્યું હતું…
દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા 8 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો અને આ આરોપીને રાજસ્થાનના બાડમેર જિલ્લા ખાતેથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી લઈ આવી હતી અને વાંકાનેર તાલુકા પોલીસના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મુનિમ સુરેન્દ્રકુમાર ઉર્ફે સુરેશ ડોગિયાલ બાડમેર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે આરોપી સુરેન્દ્ર બિરારામ ચૌધરી (39)ને મોરબી જિલ્લા એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા બાડમેરથી પકડી મોરબી લઈ આવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે…
