વાંકાનેર: આજ રોજ GCERT ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી આયોજીત દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્રારા આયોજીત SVS કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનુ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જીનીયસ સ્કૂલ મહિકા ખાતે યોજાયુ હતું…
જેમા વાંકાનેર તાલુકાની ગ્રાન્ટેડ/ સરકારી/ સેલ્ફફાયનાન્સ બધી જ શાળાના બાળવૈજ્ઞાનિકોએ કૂલ ૫ વિભાગમાં ૪૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી; જેમા જિલ્લા શિક્ષણ અને તાલીમભવન મોરબી માથી સુરેલાસાહેબ તથા જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરીમાથી AEI એસ.આર.બાદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા…