ઊંધિયું અને ચાપડી જમાડી
વાંકાનેર: તા.૦૯/૦૧/૨૦૨૫, ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી કન્યા શાળા નંબર-૭ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઊંધિયું, ચાપડી, પાપડ અને છાશનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો.
શાળા સ્ટાફ દ્વારા ભોજન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર સાહેબ, તાલુકા શાળા નંબર ૧ ના શિક્ષક અને તાલુકા પંચાયતમાં વહીવટી કામગીરીના નિષ્ણાત પીયૂષભાઈ માનસતા, સી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદી, બ્લોક MIS ઈરફાનભાઈ બાદી, અનિમેષભાઈ દુબરિયા, શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયા,
તાલુકા શાળા નંબર ૧ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. ભોજન સમારંભના સુંદર આયોજન માટે શ્રી કન્યા શાળા નંબર ૭ ના આચાર્ય કોકિલાબેન આર. કોટક અને શિક્ષક સ્ટાફ પ્રણામી ધીરજકુમાર જેઠાભાઈ, રેણુકા લાભુબેન, ગડારા મનીષાબેન, ડઢાણીયા સ્મિતાબેન વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી….