કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી

પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તસ્કરો કેમ પકડાતા નથી?

જિલ્લાના સૌથી સ્વચ્છ ગામ લુણસરીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનું ગામ છે

વાંકાનેર તાલુકામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, લુણસરીયા ગામના આવેલ હનુમાનજી મંદિરને નવ માહિનામાં ત્રીજી વખત ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને હાલમાં તસ્કર દ્વારા મંદિરમાં

હનુમાનજીનો ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓ ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
વાંકાનેરના લુણસરીયા ગામમે આવેલ હનુમાનજી મંદિરને

તા. 1 ઓગસ્ટ ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના અરસરમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં બે શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને આ શખ્સોએ મંદિરની દાનપેટી તોડી હતી પરંતુ દાનપેટીમાં કોઈ રોકડ કે મૂલ્યવાન વસ્તુ મળી ન હતી અને

ચોરી કરવા માટે આવેલ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ તેઓને સફળતા મળી ન હતી. ત્યાર બાદ મંદિરમાં હનુમાનજી ઉપર ચડાવવામાં આવેલ ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે છેલ્લા નવ મહિનામાં

ત્રીજી વખત તસ્કર દ્વારા આ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે. અને વારંવાર લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન મંદિરમાં ચોરી કરવામાં આવે છે તો પણ તસ્કરો કેમ પકડાતાં નથી તે સૌથી મોટો સવાલ છે અને

અહી એ વાત પણ ઉલેખનીય છે કે, દરેક વખતે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા તો પણ આરોપી પકડાયેલ નથી. આમ પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!