નવા કણકોટ, વિડી ભોજપરા, વઘાસિયા, શેખરડીથી કાનપર, કોઠારિયાથી જડેશ્વર, સમથેરવા અને લીંબાળાથી ખાંભડાના રસ્તાનો સમાવેશ
વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના અલગ અલગ સરકારી ગ્રાન્ટમાંથી ટેન્ડર બહાર પડેલ છે. આથી દશેક જેટલા ગામોના લોકોની રોડની પરેશાની હલ થશે. અલબત્ત; આ ટેન્ડર ભરાય, મંજુર થાય, વર્કઓર્ડર અપાય, કામ ચાલુ અને પૂર્ણ થાય એની રાહ જોવી પડશે. બહાર પડેલ ટેન્ડરની માહિતી નીચે મુજબ છે. વધુ માહિતી માટે જે તે ખાતાનો સંપર્ક કરવો…
(1) શેખરડીથી કાનપર રોડ નોન પ્લાન Km.0/0 થી 2/40, તાલુકો: વાંકાનેર, Mmgsy B.U.J હેઠળના બાંધકામ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/06/2024 છે, એસ્ટીમેન્ટ 14618376 રૂપિયા છે, ડિપોઝીટ 146200 રૂપિયા છે
(2) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કિશાનપથ બુજ યોજના વર્ષ – 2023-24, પેકેજ નંબર Mrb/કિશાનપથ B.U.J/ 2023-24/P-18, તાલુકો: વાંકાનેર, કિશાનપથ બુજ યોજના હેઠળ ગ્રામીણ રોડના રિસરફેસિંગ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે. 2023-24 2જી એટેમ્પ 1 રિસરફેસિંગ ઓફ S.H. સમથેરવા ગામનો રોડ આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/06/2024 છે, એસ્ટીમેન્ટ 7524909 રૂપિયા છે
(3) કિશાનપથ B.U.J/એસસીએસપી યોજના વર્ષ – 2023-24 હેઠળ ગ્રામીણ રોડના રિસરફેસિંગ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે.
કિશાનપથ B.U.J યોજના, 2023-24 2જી એટેમ્પટ 1 N.H થી વઘાસિયાનું રિસરફેસિંગ – એપ્રોચ વિલેજ રોડ 2 લીંબાળાથી ખાંભડા ગામ રોડનું રિસરફેસિંગ 3 કોઠારિયાથી જડેશ્વર Mdr રોડનું રિસરફેસિંગ ટેન્ડર માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/06/2024 છે, એસ્ટીમેન્ટ 21636520 રૂપિયા છે
(4) કિશાનપથ B.U.J યોજના વર્ષ – 2023-24 હેઠળ ગ્રામીણ રોડના રિસરફેસિંગ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે. 2023-24 2જી એટેમ્પ્ટ 1 રિસરફેસિંગ ઓફ S.H. નવા કણકોટ ગામ રોડ આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/06/2024 છે, એસ્ટીમેન્ટ 10828325 રૂપિયા છે, ડિપોઝીટ 108300 રૂપિયા છે
(5) કિશાનપથ B.U.J યોજના વર્ષ – 2023-24 હેઠળ ગ્રામીણ રોડના વિડી ભોજપરા ગામનો રોડ રિસરફેસિંગ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/06/2024 છે, એસ્ટીમેન્ટ 10828325 રૂપિયા છે, ડિપોઝીટ 108300 રૂપિયા છે