(1) રાતીદેવળી-વાંકીયા-પંચાસિયા
(2) કોઠીથી શોભલા મંદિર
(3) અદેપરથી પંચાસિયા રોડ
(4) અરણીટીંબાથી જીવાપર રોડનો સમાવેશ
જડેશ્વર રોડ પરની બાગાયત નર્સરીનું મજબૂતીકરણ થશે
વાંકાનેર: તાલુકાના ચાર રોડ રીપેરીંગ અને નર્સરીના મજબૂતીકરણના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે….
(1) રાતીદેવળી-વાંકીયા-પંચાસિયા રોડ (VR) કિ.મી. 0/000 થી 8/550 સુધીના ટેન્ડર ટાઇટલ રિસરફેસિંગ તા. વાંકાનેર નું ટેન્ડર (MMGSY-ખાસ અંગભૂત-2025-26 હેઠળ) બહાર પડયું હતું, આ ટેન્ડરની છેલ્લી તારીખ 06 જાન્યુઆરી 2026 હતી, ટેન્ડર કોઈએ ભર્યું છે કે કેમ તેની માહિતી મળી નથી, એસ્ટીમેન્ટ કિંમત 4.17 કરોડ રૂપિયાનો છે…
(2) કોઠીથી શોભલા મંદિર રોડ (NP) કિ.મી. 0/000 થી 1/500 સુધીનું બાંધકામ તા. વાંકાનેર, નું (MMGSY-Normal-2025-26 હેઠળ) બહાર પડયું હતું, જેની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2025 હતી, ટેન્ડર કોઈએ ભર્યું છે કે કેમ તેની માહિતી મળી નથી, એસ્ટીમેન્ટ 1.25 કરોડ રૂપિયાનો છે, ટેન્ડર નંબર TSID: 133493210 છે ટેન્ડર નંબર TID : 91391187 છે…
(3) અદેપરથી પંચાસિયા રોડ અને (4) અરણીટીંબાથી જીવાપર રોડ નું ટેન્ડર મોરબી જિલ્લાના રસ્તાઓનું રિસર્ફેસિંગ પેકેજ નં. RPC- 1/MRB/MMGSY/Normal/2025-26/P.02 તા. વાંકાનેર હેઠળ બહાર પડયું છે, એસ્ટીમેન્ટ ₹ 28557793.39 અને ડિપોઝીટ: ₹ 286000.0 છે, છેલ્લી તારીખ 12/1/2026 છે….
(5) જડેશ્વર રોડ વાંકાનેર બાગાયત નર્સરીના મજબૂતીકરણ હેઠળ સ્ટોરેજ અને વર્કિંગ શેડના બાંધકામ માટે ટેન્ડર (બીજી વાર) બહાર પડયું છે, ટેન્ડર ફી ₹ 1500 /- ડિપોઝીટ અને ₹ 39000.0 /-છે એસ્ટીમેન્ટ ₹ ૩૮.૩૪ લાખ /- છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 12-01-2026 છે…
