કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ

વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે..

શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, સાંસદ રાજકોટ પરષોતમભાઈ રૂપાલા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે શિક્ષક દિન નિમિત્તે જીલ્લા કક્ષાના સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની યાદીમાં શ્રીમતી જીવતીબેન બી. પીપલીયા-મદદનીશ શિક્ષક શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળા – લખધીરગઢ તા. ટંકારા નો સમાવેશ થાય છે, જયારે

તાલુકા કક્ષાના સન્માનીત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની યાદીમાં ડો. પાયલ જે. ભટ્ટ – મદદનીશ શિક્ષક શ્રી રાતીદેવળી પ્રાથમિક શાળા – રાતીદેવળી, તા. વાંકાનેર; શ્રી જીતેન્દ્રગિરિ એસ. ગોસ્વામી – મદદનીશ શિક્ષક શ્રી શકિતપરા પ્રાથમિક શાળા – શકિતપરા, તા. વાંકાનેર; ભારતીબેન પી. દેત્રોજા – મદદનીશ શિક્ષક શ્રી સજનપર પ્રાથમિક શાળા – સજનપર, તા. ટંકારા શ્રી કલ્પેશકુમાર એમ. ધોરી – મદદનીશ શિક્ષક શ્રી ભુતકોટડા પ્રાથમિક શાળા – ભુતકોટડા, તા. ટંકારા શ્રીમતી આરતીબેન એ. ચોટાઈ – મદદનીશ શિક્ષક શ્રી વવાણીયા કન્યા શાળા – વવાણીયા, તા. માળીયા (મી.) શ્રી મનદીપગિરિ જે. ગોસ્વામી – મદદનીશ શિક્ષક શ્રી માથક પે સેન્ટર શાળા – માથક, તા. હળવદનો સમાવેશ થાય છે, તેમ જીલ્લા શિક્ષણાધિકારી કે એમ મોતા અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન એ મહેતાની યાદીમાં જણાવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!