જીનપરા ચોક અને કલાવડીના બોર્ડ પાસેથી અન્ય બે આરોપીની ધરપકડ
વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસને જોઈ જતા એક ઇસમ દેશી દારૂ ભરેલ બાચ્કું ફેકી પોતાનું બાઈક લઈને રફુચક્કર થઇ ગયો હતો જે ઇસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ ગામે હનુમાનજી મંદિર સામે રોડ પર આરોપી અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા રહે વીરપર તા. વાંકાનેર વાળો ઇસમ પોલીસની હાજરી પામી જતા દેશી દારૂ ભરેલ બાચ્કું ફેંકી પોતાનું બાઈક લઈને નાસી ગયો હતો.
જે બાચકામાં દેશી દારૂ ૧૫ લીટર મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ કબજે લઈને આરોપી અજય ડાંગરોચા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
વાંકાનેર જીનપરા ચોક પાસે આરોપી જનકભાઈ પરશોતમભાઈ બાવરીયા રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
અન્ય બનાવમાં વાંકાનેર કલાવડી ગામના બોર્ડ પાસે આરોપી પીન્ટુભાઇ બળવંતસિંહ ઝાલા દુકાન પાછળ રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.