કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બોલેરો ચાલકને પાંચ શખ્સોએ ઢીબી નાખ્યો

લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ હોટલ સંચાલક સહિતના શખ્સો તૂટી પડયા

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર નજીક બોલેરો કાર ચાલકને લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ નજીકમાં આવેલી હોટલના સંચાલક સહિતના પાંચ શખ્સોએ બોલેરોનો પીછો કરી બોલેરો ચાલકને ઢીબી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ ઝૂંપડામાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા હરેશ બટુકભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની બોલેરો કાર લઈ ચંદ્રપુર સર્વિસ રોડ ઉપર જતા હતા

ત્યારે એક સાઈડમાં આઇસર પડેલું હોય તેઓએ સામેથી આવતા લોડર ચાલકને લોડર ઉભું રાખવા કહેતા લોડર ચાલકે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જેથી તેઓ બોલેરો લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

બાદમાં ઇકો કાર નંબર જીજે – 36 – F – 1899મા આરોપી ઇકો કાર ચાલક જાહિદભાઈએ પીછો કરી બોલેરો આડે ઇકો નાખી હતી અને અન્ય આરોપીઓમાં સમ્રાટ હોટલ વાળા

અલીભાઈ, ભૂરો, જાહિદભાઈ તેમજ ગુલાભાઈ નામના પાંચ શખ્સોએ ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગળામાં લૂંગી રાખી પકડી રાખી બેફામ માર માર્યો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!