કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઈક ઘેટાને અડી જતા આધેડ ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા જવાના રસ્તે બનેલો બનાવ

બંને પક્ષોએ સામસામી ફરિયાદો કરી : કુલ 20 શખ્સો પર ગુન્હો નોંધાયો
તીથવાના યાકુબભાઈ વકાલિયા ઉપર કાળું, રઘુ અને કુકા સહિતના નવ શખ્સોનો હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવાથી કોઠારીયા ગામ જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા આધેડનું બાઈક ઘેટાને અડી જતા કાળું, રઘુ અને કુકા સહિતના નવ શખ્સોએ આધેડને બેફામ માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા યાકુબભાઈ અલીભાઈ વકાલિયા ઉ.52 નામના આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા

ત્યારે તિથવાથી કોઠારીયા ગામ જવાના રસ્તે તેમનું બાઈક ઘેટાને અડી જતા આરોપી કાળું નંદા ભરવાડ, દિનેશ તેજાભાઈ બામ્ભવા, કમલેશ સાદુળભાઈ, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા ભગુ, ભરત મસરૂભાઈ વરમા, બાબુ મશરૂ અને કુકો રાણી નામના નવ શખ્સોએ ભૂંડા બોલી ગાળો આપી,

લોખંડની કુંડળી વાળી લાકડી વડે માર મારી છુટા પથ્થરના ઘા મારી ફ્રેક્ચર કરી નાખતા નવેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદો કરી છે, જેમાં કુલ 20 શખ્સો પર ગુન્હો નોંધાયો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!