કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી

ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ વાંકાનેરમાં તેલ-ગોળનો ધંધો કરતા અરજદારની અરજી અમાન્ય રહી

        રાજકોટ: દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા અને પ્રતાપપરા (રસાલા રોડ) પર રહેતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે રદ કરીને મહત્વનો હુકમ આપ્યો હતો. વાંકાનેરનાં વેપારીનાં લગ્ન ઉપલેટા તાલુકાના ગામ-ખાખીજાળીયા સાથે ભાગ્યશ્રીબેન  સાથે તા.2/12/2009 ના રોજ થયેલા. આ લગ્નજીવનથી પુત્ર દિવ્યેશ, ઉં.વ.12નો જન્મ થયેલ. લગ્નના બે-ત્રણ મહીના સારી રીતે રાખ્યા બાદ હીરલભાઈ તથા તેમના કુટુંબીજનો તેમની પત્ની ભાગ્યશ્રીબેનને દુ:ખત્રાસ આપી મારકુટ કરતા અને માનસીક-શારીરીક ત્રાસ આપી બે વખત કાઢી મુકેલ અને ત્યારબાદ ભુલ સમજાય જતા સમાધાન કરી તેડી ગયેલા. ત્યારબાદ પત્ની ઉપર મોબાઈલ દ્વારા અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસરના સંબંધો હોવાના ખોટા આક્ષેપો કરી મારકુટ કરીને બાળક સાથે કોઈપણ જાતના વાંકગુના વગર તા.રર/6/ર018 ના રોજ તરછોડી દીધેલ.

                અરજદાર હીરલભાઈ રાજવીરે મોરબીના ડીસ્ટ્રીકટ જજ કોર્ટમા દિ.5.અ.નં.112/2018 થી સગીર પુત્ર દિવ્યેશની કસ્ટડી મેળવવા માટે અરજી કરેલ જે અરજી હકુમતના કારણસર મોરબી ડીસ્ટ્રીકટ અદાલતે રદ કરવાનો હુકમ ફરમાવેલ. ત્યારબાદ અરજદારે ધોરાજીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમા સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવા અરજી કરેલ અને તેમા જણાવેલ કે સામાવાળાને અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસરના સંબંધો છે અને સામાવાળા ગામડામા રહે છે અને તેમના પિતાજીની આર્થિક પરિસ્થિતિ નબળી છે.

                બંને પક્ષોની દલીલો સાંભળી તથા સામાવાળા તરફે રજુ કરવામાં આવેલ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ અરજદાર હીરલભાઈ મહેન્દ્રભાઈ રાજવીરની સગીર પુત્ર દિવ્યેશનો કબજો મેળવવાની અરજી રદ કરી વીઝીટેશનનો હુકમ ફરમાવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!