ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે
ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા યઝીદ સામે પોતાના ધન દોલતની પણ પરવાહ કર્યા વગર મયદાને કરબલામાં હકકની વાત માટે તેઓએ પોતાની નહીં પણ તેઓના પુરા પરિવારની સાથે યઝીદના વિશાળ લશ્કર સાથે માત્ર તેઓના 72 જાનીશારની ફોઝ કે જેમાં નાના બાળકો અને સ્ત્રીઓ તથા વડીલોની સાથે મયદાને કરબલામાં એક જંગ કરેલ હતી.
આ જંગ થવાનું કારણ એ હતું કે યઝીદ કે જેમાં કુસંસ્કારો હતા. નાની બાળકીઓને દુધ પીતી કરી દેવી, દારૂ પીવો, બેકસુર પર કે જેની પર અત્યાચાર કરવો, તેવા અનેક કુસંસ્કારો યઝીદમાં હતા, પરંતુ ઈસ્લામ આ વાતો માટે મનાઈ કરે છે. જેથી હકકની વાત અને નાનાજાનને બાળપણમાં આપેલ વચન નિભાવવા માટે ઈમામ હુસેન અને બોંતેર જાનીશારોની યઝીદ સાથે જંગ થયેલ હતી. યઝીદના બોંતેર હાજરના વિશાલ લશ્કરની સાથે હકકની રાહ માટે લડનાર એવા ઈમામ હુસેનની ફોઝની જીત થયેલ હતી.ઈમામ હુસેન કે જેઓને દગાથી મયદાને કરબલામાં બોલાવી અને જંગ માટે તૈયાર રહેવા માટે સંદેશો મોકલવામાં આવેલ હતો અને ત્રાસવાદી રૂપી યઝીદે કરાત નદી પર ઘેરો લગાવી અને નાના બાળકો અને વૃધ્ધો, સ્ત્રીઓને પીવાનું પાણી ન આપવામાં આવે તે માટે કુરાત નદી પર સિપાહીનો પહેરો લગાવી દેવામાં આવેલ હતો અને ઈમામ હુસેન અને તેમની ફોજ પર પણ પાણી બંધ કરી આપવામાં આવેલ એ બાબતે મુસ્લિમ લોકો મહોરમ માસમાં પાણીની સબીલ બંધાવે છે તથા સરબતો ઠંડા પીણા ઈમામ હુસેનના નામે પીવડાવે છે.
ઈસ્લામ ધર્મમાં એવા ઘણા પર્વ દુનિયામાં ઉજવાઈ રહ્યા છે અને મહદઅંશે ખુશીઓ છવાતી હોય છે પણ ઈસ્લામી પર્વ મોહરમ દુનિયાના હરેક માનવના મનમાં દુ:ખ, ગમગીની અને અશ્રુનો, ગમનો ધોધ વરસાવી દે છે અને એ પણ આ ઈમામ હુસેનની શહીદી અને ઈસ્લામ ઝીંદા હોતા હય હર કરબલા કે બાદની યાદ અપાવે છે આજે મહોરમમાં આ રચનાને પ્રસ્તુત કરતા કરહે છે કે-
કદમ અર્સ પર હૈ, ઝમી પર હૈ રોઝા-
ઝમીં અર્સ સે ભી બઢી જા રહી હૈ,
ખુદાને કહા ખુદ કે આઓ મહંમદ-
જૂદાઈ તુમ્હારી સીતમ ઢા રહી હૈ!
દુનિયાના સર્જનહાર અલ્લાહ પાકે જમીન અને આકાશ બંનેની રચના એવી કરી કે ધરા અને ગગન બંનેનું કયારેય મિલન થાય એ શકય નથી અને આ ધરા ઉપર હઝરત સાહેબ મહંમદ પયગમ્બર સાહેબને ફરમાવે છે કે, તમારા ચરણો અર્સ પર છે અને દુનિયાની ધરતી પર તમારા રોઝા શરીફ છે. છતાં પણ અર્સ કરતા જમીન આકાશથી પણ ઉચ્ચ ગણાય છે અને હું ખુદ અલ્લાહ આપને પુકારૂ છું કે આપ આ દુનિયામાં આવો, કારણ કે આપની જૂદાઈ હર એક સ્થળે શીતમ વરસાવી રહી છે.
અલી કે પીસર કો મેદાને જંગમે-
ખુદા કે શીવા કુછ સહારા નહિં થા,
કહેતીથી ઝયનબ ખડી કરબાલા મેં-
અલી કી કમાઈ લૂટી જા રહી હૈ
જયારે કરબલામાં ઈમામ હુસેન અને યઝીદો વચ્ચે કત્લેઆમ જંગ ચાલી રહ્યું હતું ત્યારે મા ઝયનબ કરબલાના એ સ્થળો કે જયાં તલવાર, ભાલા વિગેરે શસ્ત્રો દ્વારા યઝીદો ખૂન વહાવી રહ્યા હતા તે વેળાએ એકમાત્ર ખુદાનો સહારો હતો ત્યારે ઝયનબ એક માત્ર પ્રસંગ કહેતા હતા અલ્લાહ તઆલાને લોહી આંખોમાંથી ટપકી રહ્યું હોય અને આહ ભરી ભરીને બોલતા હતા કે-હવે તો અલીની કમાઈ પણ લૂટી રહ્યા છે અરે અલીની કમાઈને લૂટે છે ત્યારે આ ગમગીન સમયે આકાશની ચોટી પણ હવે તો ઝૂકી રહી છે. દુનિયાના સર્જનહાર, ખુદાપાક આપ હવે પધારો આપની તનહાઈ, દૂરી, જૂદાઈ શીતમ વરસાવી રહી છે.
* – નૌશાદ મીર (મો.83470 50772)
સૌજન્ય: સાંજ સમાચાર