કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ચાલુ ડમ્પરે ડ્રાઈવર મુઠ્ઠીઓ વાળી ભાગ્યો !

જાલીડા ગામથી એક કીલોમીટર દૂર બનેલો બનાવ

વાંકાનેર: ખાણ ખનીજ મોરબીના સ્ટાફે રોયલ્ટી પાસ- પરવાના વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને વાંકાનેર પોલીસ સ્ટેશને લઇ આવતા જાલીડા પાસે ડ્રાઈવર ચાલુ ડમ્પરે ભાગી ગયાની ઘટના બન્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ રવાપર (મોરબી) રહીશ અને ઇન્ડીયન આર્મીમાંથી નિવૃત ખાણ ખનીજ મોરબી ઓફીસ ખાતે ગનમેન તરીકે નોકરી કરતા મહેશભાઇ મોતીભાઇ ગોધાણી (ઉ.વ.૪૨) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે તથા રાહુલ જી. મહેશ્વરી સાહેબ (રોયલ્ટી ઇન્સપેક્ટર, ખાણ ખનીજ), મીતેષ આર. ગોજીયા (માઇન્સ સુપરવાઇઝર, ખાણ ખનીજ) અને સીક્યુીરીટી ગાર્ડ વાસુદેવસિંહ ઝાલા સાથે

ચેકીંગમાં મેસરીયા જતા રોડ ઉપરથી એક ડમ્પર રજી.નં.જી.જે.-૧૩.એ.ડબ્લ્યુ- ૬૪૫૧ વાળી ખનીજ ભરેલ વહન કરતુ નિકળતા અટકાવેલ અને ખનીજના રોયલ્ટી પાસ- પરવાના માંગતા જે ન હોઈ ડમ્પરને પોલીસ સ્ટેશને લઇ જવા રાજુભાઇ પરમાર (ડ્રાઈવર) સાથે જાલીડા ગામથી એક કીલોમીટર દૂર રાજુભાઇ પરમાર ચાલુ ડ્રાઇવીંગે કાંઇપણ કહ્યા વગર અચાનક ડમ્પરમાંથી નીચે ઉતરી ગયેલ અને સોમનાથ હોટલની પાછળ પડતર જગ્યામાં ભાગી ગયેલ હતો. આથી

ડમ્પર બીનવારસી હાલતમાં સીઝ કરી એમ.એમ.ડી. આર.-૧૯૫૭ તથા ગુજરાત અને મીનરલ્સ પ્રીવેન્સન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-૨૦૧૭ મુજબ કાયદેસર કાર્યવાહી આ બનાવ બાબતે ભુસ્તરશાસ્ત્રીશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ, મોરબીનાઓની કચેરીના પત્ર નં.જીએમ/ગેધો/વહન/એફ.આઇ.આર./અધીકૃત/૪૧૭૬ તા. ૩૦/૦૭/૨૦૨૪ થી પોલીસ ફરીયાદ લખાવવા અધિકૃત કરેલ હોય ફરીયાદ કરેલ છે. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!